Community Articles

Religion & Beliefs

ભારતીય વેદ

ભારતીય વેદ

- સુધીર પિમ્પલે

પૃથ્વી પર રહેતા બધા જીવોમાંથી મનુષ્યમાં જ ચેતના, બુદ્ધિ, જ્ઞાન હોય છે. જેના લીધે મનુષ્ય પ્રકૃતિના વિવિધ રૂપોને જાણવા માટે જીજ્ઞાસુ અને ઉત્સાહિત રહે છે. કહેવાય છે કે, જરૂરીયાત શોધની માતા છે. મનુષ્યએ ધીમે ધીમે પોતાની જરૂરીયાતો અનુસાર પ્રકૃતિમાં નવી નવી શોધ કરીને પોતાનું જીવન સ્તર સુધાર્યુ છે.

બ્રહ્માંડની ઉત્પત્તિ પાંચ તત્વોમાંથી થઈ છે, તે છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. જેને આપણે પંચમહાભુત કહીએ છિએ. તેને ઉપયોગમાં લાવવાની ચેતના કે બુદ્ધિ મનુષ્ય પાસે નૈસર્ગિક રૂપે છે, જેનાથી મનુષ્ય સુખ શાંતિથી રહીને પોતાની પ્રગતિ અને કલ્યાણ કરી શકે.

સંપુર્ણ અને શાશ્વત જ્ઞાનને જ વેદ કહેવામાં આવ્યું છે. વેદનો અર્થ પૂર્ણ જ્ઞાન સાથે સંકળાયેલો છે. વેદ પ્રકૃતિની દેન છે. ભારતીય જીવનશૈલી વેદ અને વૈદિક વિચારધારાથી અભિવ્યક્ત થાય છે. આ જ દ્રષ્ટીએ ભારતીય ચિંતન દ્રારા જ્ઞાન, મુળ અને સત્યની શોધ થતી રહી છે. પ્રાચીન કાળમાં જ્યારે ભારતીય સંસ્કૃતિ શીર્ષ સ્થાને હતી ત્યાર સુધી તેની અભિવ્યક્તિ તેના સંપુર્ણ રૂપમાં થઈ ત્યારબાદ તે દૂષિત થતી ગઈ.

તેથી વર્તમાનના સંદર્ભમાં એ જરૂરી બની ગયું છે કે આપણે વેદોના શાસ્ત્રીય જ્ઞાનનો અભ્યાસ અને સંશોધન કરીને તેને આધુનિક યુગમાં વ્યાવહારીક અને પ્રાસંગિક બનાવીએ અને વેદ વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાનના એક પૂરક વિષયના રૂપમાં સમજીએ અને જે પ્રશ્નોના જવાબ આધુનિક વિજ્ઞાનમાં મકા નથી, તેમને વેદના અભ્યાસથી પ્રાપ્ત કરીએ. જે પ્રાકૃતિક અને ભૌતિક ઘટનાઓના કારણોની માહિતી આધુનિક વિજ્ઞાન પાસે નથી, તેના કારણો વેદમાં દર્શાવાયેલી પદ્ધતિ સ્વીકારીને જાણી શકાય છે.

ઉદાહરમ તરીકે જે બિમારીઓની સારવાર આધુનિક એલોપેથી દ્રારા શક્ય નથી, તેનો ઉપચાર આપણ આયુર્વેદીક ચિકિત્સા દ્રારા કરીએ અથવા જ્યોતિષ વિદ્યા અનુસાર કરીએ. ગ્રહોની શાંતિ, પૂજા, જાપ અથવા રત્ન ધારણ કરીએ અથવા વાસ્તુદોષ નિવારણ કરીને કે યોગાસન દ્રારા રોગોની ઉત્પત્તિને અટકાવીએ. આ ઉપાય આધુનિક યુગમાં પણ ચમત્કારીક સાબિત થઈ રહ્યા છે. તેથી વેદોને આધુનિક વિજ્ઞાનના પૂરક કહી શકાય.

 

Dated 2010-07-07 | Posted by Admin | From Bangalore

Other Religion & Beliefs Articles