Community Articles
Health & Wellness
કાનની બૂટમાં આડી કરચલી હૃદયરોગનો સંકેત ગણાય
|
વાળ
કોરા પડી જાય
અને ઓળેલા ન
રહે તથા નખ
બટકણા થઈ જાય
અથવા કાનની
બૂટમાં સળ
પડી જાય તો
માનવું કે
તબિયતમાં
કશીક ગંભીર
ખામી સર્જાઈ
છે. તેમ માનવ
શરીર અને
આરોગ્ય વિષે
અભ્યાસ
કરનાર એક
અમેરિકન
નિષ્ણાતે
જણાવ્યું છે.
ડો. હોલી ફિલિપ્સ
નામની આ
નિષ્ણાત
મહિલાએ
જણાવ્યું
હતું કે
શરીરમાં
કોઈપણ જાતનો
રોગ પોતાનો
પગપેસારો
કરે અને
શરીરમાં
ગરબડ સર્જે તો
તેના સંકેત
શરીરના દરેક
અવયવ પર
દેખાવા લાગે
છે. હોલીએ
વધુમાં
કહ્યું હતું
કે માથાના
વાળથી માંડીને
પગના નખ સુધી
શરીરના દરેક
નાના અવયવને
નિયમિત રીતે
તપાસી લેવું
અત્યંત જરૃરી
છે. તેમાં
આવેલા નાનો
સરખા ફેરફાર
પણ કોઈક રોગનો
સંકેત આપે છે. ·
સૂકા વાળ, બટકણા
નખ
લોહતત્ત્વ
અને વિટામિન
બી૧૨ની ઊણપ દર્શાવે
છે હોલીના
અભ્યાસનાં
તારણો મુજબ
ભ્રમરના
બહારના
છેડાના વાળ
ખરવા લાગે
અથવા ભ્રમર
ટૂંકી થતી
જણાય તો
થાયરોઈડ
હોર્મોનની
ગરબડની
નિશાની છે. આંખની
પાંપણના
અંદરના ખૂણે
જો બારીક
પીળા ટપકાં
દેખાય તો
લોહીમાં વધી
ગયેલા
કોલેસ્ટરોલનો
સંકેત છે.
આંગળીના
નખમાં આડી
રેખાઓ દેખાય
તો
હૃદયરોગની
નિશાની ગણવી.
નખ સૂકા અને
બટકણા થઈ જાય
તો
લોહતત્ત્વ
અને વિટામિન
બી૧૨ની ઊણપ
હોય છે. નખ
પીળા કે
બદામી થઈ જાય
તો ફેફસાંનો રોગ
કે ફંગલ
ચેપની
નિશાની હોય
છે. આંખો
સૂજી ગયેલી
જણાય તો
થાયરોઈડ
હોર્મોન વધી
ગયાની
સાબિતી છે. જો
આંખના
ડોળાનો સફેદ
ભાગ પીળો થતો
લાગે તો
લીવરની ગરબડ
થયાનો
પુરાવો છે.
હોલીએ ધ્યાન
દોર્યું કે
ઘણી વખત કોઈ
દવાની આડઅસર
તરીકે પણ
આંખો પીળી
થાય છે. વાળ જો
કોરા પડી જાય
અને
અવ્યવસ્થિત
રહે તથા છેડા
ફાટવા લાગે તો
શરીરમાં
લોહતત્ત્વની
ખામી
દર્શાવે છે.
વાળ નાની
ઉંમરે સફેદ
થાય તો
વિટામિન
બી૧૨ની ઊણપની
સાબિતી છે.
વાળ ખરવા
લાગે તો
માનસિક
તાણનો પ્રતાપ
હોય છે. કાનની
બૂટમાં આડી
કરચલી પડે તો હૃદયરોગ
થવાની
નિશાની હોય
છે. ડો.
હોલીએ વધુમાં
કહ્યું કે
કેટલીક
નિશાનીઓથી
લોકો ગભરાઈ
જાય છે પરંતુ
તે જરાય
જોખમી હોતી
નથી. દા.ત. ચામડી
વારંવાર
ઘસાઈ જાય તો
તેમાં કોઈ
ગરબડ નથી હોતી.
વારંવાર
વિના કારણ
ઘસરકા થાય તો
ડોક્ટરને
બતાવી લેવું.
ચામડી પર
લોહીની નળીઓ
ઊપસી આવે
તેમાં કોઈ
ગરબડ નથી
હોતી. જો રાતોરાત
એવું થાય, સોજો
ચઢે અને
ચામડીને
અડતાં જ
દુખાવો થાય
તો લોહીમાં
ગઠ્ઠો બાઝી
ગયાની
નિશાની હોય
છે. |
|
|