Community Articles
Health & Wellness
કોલેસ્ટ્રોલ
|
|
|
|
કોલેસ્ટ્રોલ
એક પ્રકારની
ચરબી જ છે જે
બોડી સેલ્સ
બનાવવા, હોર્મોન
અને ચરબીની
પ્રોસેસમાં
શરીરને મદદ કરે
છે. તે
લિપોપ્રોટીન
મોલેક્યૂલ્સની અંદર
જ ફરે છે.
જેમાંથી ઓછી
ડેન્સિટીવાળા
(LDL) કોલેસ્ટ્રોલને
સેલ્સ સુધી
પહોંચાડે છે. જ્યારે
હાઇ
ડેન્સિટીવાળા
લિપોપ્રોટીન (HDL) એક્સેસ
કોલેસ્ટ્રોલને
લીવર સુધી પાછું
લાવે છે જે
પછીથી
ડિસ્પોઝ થઇ
જાય છે. વધારે LDL શરીરને
નુકસાન કરી
શકે છે કારણ
કે તે ધમનીની
દિવાલ પર
ચોંટી જાય છે.
જેને કારણે તે
સંકોચાઇ જાય
છે અને બ્લડ સર્ક્યુલેશનમાં
મુશ્કેલી પડે
છે. જેને
કારણે હૃદય
સંબંધી
મુશ્કેલીઓ
વધી જાય છે. જ્યારે
HDLનું
વધુ પ્રમાણ
શરીરને
લાભદાયક ગણાય
છે કારણ કે
તેનાથી
શરીરને
વધારાના કોલેસ્ટ્રોલથી
મુક્તિ મળે
છે. જો કે HDLનું
લેવલ ઓછું હોય
તો હૃદયની
બીમારીઓનું પ્રમાણ
વધી જાય છે.
ટ્રાઇગ્લિંસરાઇડ્સ
એક પ્રકારનું
લિપોપ્રોટીન
હોય છે જેની
નિયમિત ચકાસણી
કરવી જરૂરી
છે. તેનાથી
હૃદયની
બીમારીના
જોખમ અંગે જાણ
થઇ શકે છે.
મસલ્સ તેનો ઉપયોગ
એનર્જી
મેળવવા કરે છે
અને તે ચરબી
જમા કરે છે.
લોહીમાં
તેનું વધુ
પ્રમાણ હૃદયરોગનું
જોખમ વધારે
છે.
હૃદયમાં
જમણી તરફ
વહેનાર
હેલ્થી
બ્લ્ડસ્ટ્રીમ
કોલેસ્ટ્રોલ
અને ટ્રાઇગ્લિંસરાઇડ્સ
કોઇપણ
પ્રકારના
અવરોધ વગર વહે
છે.
રક્તપ્રવાહ
દરમિયાન
અવરોધ પેદા થવાનું
કારણ એ હોય છે
કે
કોલેસ્ટ્રોલ
બીજા કેટલાક
સબ્સટેન્સેસ
સાથે મળે છે.
જે આર્ટિલરી
વોલને જાડી
બનાવે છે
જ્યારે તેની
અંદરનો ભાગ
બહુ પાતળો હોય
છે. તેને
કારણે બ્લડ
ક્લોટ
બનવાનું જોખમ
વધી જાય છે.
હાર્ટ અને બ્લડ વેસલ્સમાં બલ્ડ સર્ક્યુલેશનના રસ્તામાં કોઇપણ પ્રકારનો અવરોધ હૃદય રોગને આમંત્રણ આપે છે. શ્વાસ લેવામાં એકદમથી મુશ્કેલી પડવી અથવા છાતીમાં દુઃખાવો તેનો સંકેત આપે છે. તેને કારણે અચાનક મૃત્યુ પામવું એ કોઇ નવી બાબત નથી. (સૌજન્યઃ Wikipedia)

જ્યારે
હાર્ટ
આર્ટરીઝ જામ
થઇ જાય છે
ત્યારે રક્ત
હાર્ટ મસલ્સ
તરફ પૂરતા પ્રમાણમાં
ઓક્સિજન, ન્યૂટ્રિએટ્સ
વગેરે
પહોંચાડી
શકતું નથી. આવી
સ્થિતિમાં
મસલ્સ ટીશ્યૂ
નષ્ટ થવા લાગે
છે. આર્ટરી
બંધ થવાના
કિસ્સામાં
હાર્ટ
એટેકનું જોખમ
વધી જાય છે. 
કોલેસ્ટ્રોલનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. તમારે પોતાના ભોજનમાં ફાઇબરયુક્ત અનાજ, ફળ, શાક જેવા ખાદ્યપદાર્થોનું પ્રમાણ વધારી દેવું જોઇએ. ભોજનમાં એવા અનાજનો ઉપયોગ કરવો જેના આખા દાણાનો ઉપયોગ કરી શકાય. પોતાના ભોજન દરમિયાન સપ્તાહમાં કમ સે કમ 3 વખત બીન્સનો સમાવેશ કરવો. નાસ્તામાં ડ્રાય ફ્રાઇ સોયાબિન, ગાજર, ટામેટા વગેરે અને દિવસના ભોજનમાં રસાદાર ફળનો ઉપયોગ કરવો. જે ફળના રેસા તમને લાભદાયક હોય તેવા ફળનું જૂસ પીવાને બદલે એ ફળ આખેઆખું ખાવાનું રાખો.

