Community Articles

Health & Wellness

વજન ઉતારવાનો સંકલ્પ

વજન ઉતારવાનો સંકલ્પ કર્યાં પછી તેના કાર્યક્રમનો અમલ કરવા બાબતનો

http://gujarati.economictimes.indiatimes.com/thumb.cms?msid=4680163&width=200&resizemode=4

http://gujarati.economictimes.indiatimes.com/photo.cms?msid=3000949

More Pictures

માનસિક ભાર ના રહે તે રીતે તેને ગોઠવવો જોઈએ . કાર્યક્રમના અમલમાં બાધારૂપ બની શકે તેવી બાબતો કઈ છે તે અહીં નીચે દર્શાવી છે .

1.
ભોજનની ઉપેક્ષા : આપણું શરીર આખો દિવસ શરીરની શક્તિનો ઉપયોગ કરે છે . તેથી શરીરને ભૂખ્યું રાખવું વ્યર્થ છે . ખાલી પેટ રાખીને કેલરી બાળવાની યોજના બનાવવી અર્થહીન છે .

2.
કેલરી અંગે ગેરસમજ : મોટા ભાગના લોકો તેમના આહારમાંની કેલરી અંગે અજાણ હોય છે . ભોજનની વચ્ચે ખવાતા ખાદ્યોને પણ લક્ષમાં લેવા જરૂરી છે . રીતે ખવાતા ખાદ્યો રોજિંદી કેલરીમાં ઘણો વધારો કરે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ .

3.
વજન - ઘટાડામાં સ્થગિતતા : ચોક્કસ હદ સુધી ઘટીને પછી વજનનું સ્થિર થઈ જવું સામાન્ય બાબત છે . પરંતુ તે પાછળનું કારણ જાણવું જરૂરી છે . શરીરની કેલરીની આવશ્યકતા સમયાંતરે બદલાય છે . તેથી સમયાંતરે આપણા શરીરની જરૂરિયાતનું પુનઃ મૂલ્યાંકન કરવું જરૂરી છે . વજન સ્થિર થયા પછી ત્રણ વિકલ્પ બાકી રહે છે . (A) ઓછી કેલરીનું સેવન ( B) પ્રવૃત્તિમાં વધારો કરવો અને ( C) ઉપરના બંનેનો અમલ કરવો .

કેલરી ઘટાડવા માટે લીંબુ , મીઠું , મરી , નાંખેલા કચુંબર ખાઈ શકાય છે . આહારમાં કોબીનો સૂપ તેમજ અન્ય સૂપનો સમાવેશ કરીને પણ આહારમાંની કેલરી ઘટાડી શકાય છે . ભૂખ્યા રહેવાં કરતાં કાંઇક ખાવું વધુ ફાયદાકારક છે .

4.
નિત્યક્રમમાં ઓચિંતા ફેરફાર કરવાનું ટાળો . વજન ઉતારવાનું નક્કી કર્યાં બાદ એકાએક કોઈ ફેરફાર ના કરશો તમને જો કસરત કરવાની ટેવ ના હોય તો ધીમે ધીમે ટેવ પાડો . શરીર ટેવાતું જાય તેમ તેમ કસરતની પ્રવૃત્તિ વધારો અથવા તીવ્ર બનાવો .

5. ખોરાકમાં અચાનક ઘટાડો કરવાથી આરોગ્ય તેમજ શરીરની સ્ફૂર્તિ - શક્તિ પર માઠી અસર પડે છે . પરિણામે શરીરની ચયાપચય ક્રિયા ધીમી પડે છે . દરેક ખાણામાંથી આશરે સો કેલરી ઓછી કરવાથી અઠવાડિયે એક રતલ વજન ઓછું થાય છે .

6.
તમે જો એકધારી રીતે વજન ના ગુમાવતા હોવ તો સમજજો કે તમારા શરીરમાં વધુ કેલેરી જઈ રહી છે .

7.
સવારનો નાસ્તો અવશ્ય કરો . નાસ્તો ના ખાવાથી શરીર વધુ ચરબીનો સંગ્રહ કરે છે . દિવસની શરૂઆત કરવા માટે શક્તિની જરૂર પડે છે .

8.
આખો દિવસ ખાઇને ભોજન ખાવામાં અતિરેક કરશો નહીં . જંક - ફૂડ વગેરેને ટાળીને પણ ભારે માત્રામાં ભોજન કરવાથી શરીરનું વજન વધે છે . સાંજનું ભોજન દિવસનું સૌથી હળવું ભોજન હોવું જોઈએ .

9.
હળવાં પીણાં તેમજ દારૂ ( આલ્કોહોલ ) માં અતિશય ખાંડ હોય છે . અને ખાંડમાં કાર્બોહાઇડ્રેટસ હોય છે . નિયમિત કસરત દ્વારા જો તેનું દહન કરવામાં ના આવે તો તે ચરબીમાં પરિર્વિતત થઈને વજન વધારે છે .

10.
આહાર અને કસરત આદર્શ જોડીદાર છે . વજન ઉતારવા બંનેનું આયોજન કરવું જરૂરી છે . ત્રીસ મિનિટનું ચાલવું પૂરતી કસરત છે .

અવાસ્તવિક ધ્યેયો :
બહુ ઝડપથી ઘણું વજન ઉતારવાની આશા રાખશો નહીં. ઉતાવળા પરિણામોની અપેક્ષા ધ્યેય પ્રાપ્તિના ઉત્સાહને નષ્ટ કરે છે. ડાયેટના કાર્યક્રમને વિક્ષિપ્ત કરે છે. આ કહેવતને યાદ રાખો. નાસ્તો રાજાની જેમ કરો મધ્યાહ્ન ભોજન રાણીની જેમ કરો અને સાંજનું વાળું ( આઠ વાગ્યે) હળવું કરો.
(
સૌ . સંદેશ )

Dated 0000-00-00 | Posted by Admin | From Bangalore

Other Health & Wellness Articles